City Voice
Breaking News

ઝટકો! વધુ મોંઘો થશે EMI, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ સુધી વધારો કરી શકે

સામાન્ય જનતાએ વધુ મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે અને ખાસ કરીને હોમ લોન માટે વધુ હપ્તા ચૂકવવા માટે ખિસ્સા હળવા કરવાની નોબત આવશે. વ્યાજદરો ફરીથી વધે તેવા અણસાર છે. વાસ્તવમાં, ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં 3 થી 5 ઓગસ્ટ વચ્ચે RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં RBI રેપો રેટમાં 25 થી 50 બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી શકે છે. જો રેપો રેટમાં વધારો ઝીંકાશે તો તેનાથી હોમ લોનથી લઇને કાર લોન, એજ્યુકેશન લોન પણ વધુ મોંઘી થશે. જ્યારે બીજી તરફ જે લોકોએ પહેલાથી લોન લઇ રાખી છે તેઓએ વધુ EMI ચૂકવવાની ફરજ પડશે.

કોમોડિટીમાં ઘટાડા પર મોંઘા ડોલરે પાણી ફેરવ્યું

વાસ્તવમાં, વિકસિત દેશોમાં મંદીના અણસારને કારણે હાલના દિવસોમાં કોમોડિટીની કિંમતોમાં ઘટાડો થયો છે જેનાથી મોંઘવારી ઘટવાની અપેક્ષા છે. જો કે ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી છે. ભારતીય ઓઇલ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલની ખરીદીનું સરેરાશ મૂલ્ય 105.26 ડોલર પ્રતિ બેરલ પર છે. પરંતુ ડોલરના મુકાબલે રૂપિયો ગગડતા મુશ્કેલી વધી છે. આયાત મોંઘી થઇ છે. જેણે કોમોડિટીની ઘટતી કિંમતો પર પાણી ફેરવી દીધું છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર RBIના ટોલરન્સ લેવલથી ઉપર 7.01 ટકા પર છે. જ્યારે અમેરિકામાં ફેડ રિઝર્વના વ્યાજદર વધારવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડ રિટર્ન 75 બેસિસ પોઇન્ટ રેપો રેટમાં વધારો કરી શકે છે.

રેપો રેટમાં 25 થી 50 બેસિસ પોઇન્ટનો વધારો સંભવ

જાણકારો અનુસાર RBI ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં 25 થી 50 બેસિસ પોઇન્ટ સુધી વધારો કરી શકે છે. બેંક ઓફ બરોડા અનુસાર રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો થઇ શકે છે તો એચડીએફસી બેંક અનુસાર રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો થાય તેવી શક્યતા છે. આપને જણાવી દઇએ કે આ પહેલા બે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઇ રેપો રેટમાં 90 બેસિસ પોઇન્ટનો વધારો કરી ચૂક્યું છે. અત્યારે રેપો રેટ 4.90 ટકા છે. જો કે અનેક જાણકારો વ્યાજદર વધારા અંગે આગાહી પણ કરી રહ્યાં છે કારણ કે અત્યારે દેશમાં માંગ ઓછી છે. વ્યાજદર વધશે તો માંગ વધારવામાં મુશ્કેલી થશે અને તેને કારણે અનેક સેક્ટર્સ પ્રભાવિત થાય તેવી શક્યતા છે.

Related posts

Thailand Earns Nearly 70 Awards in SmartTravelAsia.com

cradmin

The Best Exercise to Do If You Have Tight Hips

cradmin

Tech News | This Is Everything Google Knows About You

cradmin

Leave a Comment